ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીમાં ભાજપે ઉમેદવારો કર્યા જાહેર
Live TV
-
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપે 7 બેઠક માટે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી
ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી 8 બેઠકની પેટાચૂંટણીને લઈને ભાજપે 7 બેઠક માટે પોતાના ઉમેદવારોના નામની યાદી જાહેર કરી છે. જે અંતર્ગત ડાંગ બેઠક પર વિજય પટેલ., કપરાડા બેઠક પર જીતુ ચૌધરી., મોરબી બેઠક પર બ્રિજેશ મેરજા., અબડાસા બેઠક પર પ્રદ્યુમનસિંહ જાડેજા., ધારી બેઠક પર જે.વી.કાકડિયા., ગઢડા બેઠક પર આત્મારામ પરમાર અને કરજણમાં અક્ષય પટેલનું નામ જાહેર કર્યું છે. જ્યારે લીંબડી બેઠક પર ભાજપે ઉમેદવારનું નામ જાહેર કર્યુ નથી.
