Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં સાંસદ સી.આર.પાટીલનાં લોકાર્પણ કાર્યક્રમ

Live TV

X
  • નવસારી તાલુકાના સિસોદ્રા ગણેશ ખાતે વિવિધ યોજનાઓનો લોકાર્પણ કાર્યક્રમ સાંસદ સી.આર.પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયો

    નવસારી જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ દ્વારા સિસોદ્રા ગણેશ કુમાર શાળા ખાતે શાળા પુસ્તકાલય, વિજ્ઞાન પ્રયોગશાળા, ફરતું પુસ્તકાલય, ફરતી વિજ્ઞાન પ્રયોગશાળા જેવા લોકાર્પણનાં વિવિધ કાર્યક્રમો સાંસદ સી.આર.પાટીલનાં હસ્તે યોજાયા. પ્રવાસી શિક્ષક નિમણૂંક હુકમ તથા વ્હાલી દિકરી યોજનાના મંજૂરી હૂકમનો વિતરણ કાર્યક્રમ પણ યોજાયો. સારા શિક્ષણ માટેની વિવિધ સૂવિધાનાં નિર્માણ માટે સાંસદ સી.આર.પાટીલે શાળાનાં આચાર્ય તથા દાતાઓની સરાહના કરી.સંતાનમાં બે દિકરીઓ ધરાવતા મા-બાપને વ્હાલી દિકરી યોજનાનો લાભ આપવામાં આવ્યો.નવસારી જીલ્લામાં દિકરીઓની સંખ્યાની વાત કરીએ તો 1000 દિકરા સામે 1007 દિકરીઓ છે.સાંસદ સી.આર.પાટીલે વ્હાલી દિકરી જેવી યોજનાનો થકી દિકરીની સંખ્યામાં વધારો થઈ રહ્યાની વાત કરી સાથે જ રાજ્ય સરકારની વિવિધ યોજનાઓ થકી સ્થાનિકોને લાભાન્વિત કરવા અધિકારીઓ અને પદાધિકારીઓને આહવાન પણ કર્યુ હતુ.આ વિવિધ યોજનાઓને સાકાર કરવા કુલ 94,78,000 રૂપિયાની રકમની ફાળવણી કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply