યાત્રાધામ દ્વારકામાં રાત્રે બાર વાગે થઇ કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી
Live TV
-
યાત્રાધામ દ્વારકામાં અધિક માસના આઠમ નિમિત્તે રાત્રિનાં બાર કલાકે ભવ્ય રીતે કૃષ્ણ જન્મોત્સવ ઉજવવાયો. જેમાં સ્થાનિક વહીવટી તંત્ર અને પૂજારી પરિવાર હાજર રહ્યો.
પુરુષોત્તમ માસની પરંપરા અનુસાર દ્વારકા મંદિરમાં ગતરાતે ભગવાન કૃષ્ણ નો જન્મોત્સવ ઉજવાયો હતો. દિવસ દરમ્યાન પ્રવાસીઓ એ જન્માષ્ટમી દર્શનના લાભ લીધા હતા. રાત્રીના નવ વાગ્યે મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ કરાયા હતા. કોરોના સ્થિતિ લઈ વહીવટી તંત્રનાં નિર્ણય મુજબ ભક્તો માટે પ્રવેશ નિષેધ રાખી, પૂજારી પરિવાર અને વહીવટી તંત્ર દ્વારા રાતે બારના ટકોરે ઢોલ નગારાનાં તાલે નંદ ઘેર આનંદ ભૈયોના નાદ સાથે કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી હતી. શ્રાવણ માસમાં જ જન્માષ્ટમી ઉત્સવમાં કોરોના મહામારીના કારણે ઇતિહાસમાં પ્રથમ વાર જગત મંદિરનાં દ્વાર ભક્તો માટે બંધ રાખ્યા હતા અને કાલે પુરુષોત્તમ માસની પરંપરા મુજબ વર્ષ ભર આવતા તહેવારો ફરી આં અધિક માસમાં ઉજવવામાં આવે છે. તે અનુસંધાને ભગવન ને સવારે ખુલા પડદે સ્નાન અભિષેક બાદ જન્મોત્સવનીં પરંપરા મુજબ કેશરી વાઘા સાથે અદ્ભુત શૃંગાર સાથે જન્મોત્સવ આરતી કરવામાં આવી હતી અને પૂજારી પરિવારે હર્ષોલ્લાસથી કાનાનો જન્મ મનોરથ ઉજવ્યો હતો. આં તકે કલેક્ટર સહિત પોલીસ અધિકારીઓ અને સ્થાનિક વહીવટી તંત્ર આં અધિક માસનાં જન્મોત્સવનું સાક્ષી બન્યું હતું. સાથે જ ભક્તો એ પણ dwarkadhish.org પર અને અનેક સોશ્યલ મીડિયા માં ઓનલાઇન દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
