ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી માટે ઉમેદવારોએ ફોર્મ ભર્યા
Live TV
-
ગુજરાત વિધાનસભાની 8 બેઠકોની પેટા ચૂંટણી યોજાવાની છે. જેને લઈ રાજકીય માહોલમાં ગરમાવો આવી ગયો છે. આજે જેમાં ગઇકાલે ભાજપે લીમડીની આઠમી બેઠક માટેના ઉમેદવારનું નામ જાહેર કર્યું હતું અને આ ટીકીટ કીરીટ સિંહ રાણાને ફાળવી છે. જે અગાઉ બે વખત મંત્રી તરીકે રહી ચુક્યા છે.
જોકે હજુ કોગ્રેસે ઉમેદવારનું નામ જાહેર કર્યું નથી. જેમાં અબડાસા, ધારી, કરજણ , અને ડાંગથી ભાજપના ઉમેદવારોએ ગઇકાલે વિજય મુહૂર્તમાં ઉમેદવારી ફોર્મ ભર્યું હતું. અબડાસાથી પ્રદ્યુમન સિંહ જાડેજા, કરજણથી અક્ષય પટેલ, ધારીથી જે.વી.કાકડિયા અને ડાંગથી વિજય પટેલે પોતાની ઉમેદવારી નોંધાવી હતી.
ઉમેદવારી ફોર્મ ભરતા સમયે ,મોટી સંખ્યામાં ભાજપના કાર્યકરો જોડાયા હતા. તો ગઢડાથી ભાજપના આત્મારામ પરમારે ગઇકાલે ફોર્મ ભર્યું નથી. આજે તેઓ ફોર્મ ભરે તેવી શક્યતા છે. જ્યારે કપરાડાથી જીતુ ચૌધરીએ પોતાની ઉમેદવારી નોંધાવી દીધી હતી. લિંબડી બેઠક માટે હજુ સુધી ભાજપ અને કોંગ્રેસ બન્ને પાર્ટીએ પોતાના ઉમેદવારોના નામ જાહેર કર્યા નથી.
