Skip to main content
Settings Settings for Dark

દૂધના પાવડરમાં કિલો દીઠ 50 રૂપિયા પ્રોત્સાહન આપવાનો રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય

Live TV

X
  • રાજ્ય સરકારે દૂધ ઉત્પાદન સાથે સંકળાયેલા પશુપાલકોના હિતને ધ્યાનમાં રાખીને મહત્વ પૂર્ણ નિર્ણય કર્યો છે.

    રાજ્ય સરકાર દ્વારા દૂધ ઉત્પાદકક મંડળીઓ પાસે દૂધમાથી બનાવવામાં આવતા પાવડરનો સંગ્રહ મોટી માત્રમાં થઇ ગયો છે. જેથી દૂધના પાવડરનો બજારમાં ભાવ ઓછો થઇ ગયો છે. જેની સીધી અસર પશુ પાલકોના દૂધ ઉત્પાદન પર પડતી હોવાથી આમ ન થાય તે માટે રાજ્ય સરકાર દ્વારા પ્રતિ કિલોએ દૂધના પાવડરમાં 50 રૂપિયા પ્રોત્સાહન રૂપે આપવાનો નિર્ણય કર્યો છે.

    આ અંગે નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યુ હતું કે, અમૂલના ચેરમેન તેમજ વાઇસ ચેરમેન સહિતના પદાધિકારીઓએ મુલાકાત કરીને ગયા વખતની જેમ આ વર્ષે પણ સહાય કરવા માંગ કરી હતી. જેના લીધે રાજ્યસરકાર દ્વારા 150 કરોડની ફાળવણી પ્રોત્સાહકના રૂપમાં કરવામાં આવી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 11-07-2026 Max Temp : °C Min Temp : °C
apply