ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્રારા 20 નવેમ્બરથી શરૂ કરાશે ઈ-મેમો સીસ્ટમ
Live TV
-
દંડ વસુલવાની કામગીરીને વધુ અસરકારક બનાવવા જરૂરી ફેરફાર કરી વધારાના કેમેરા તેમજ દંડ ભરવા માટે રૂબરૂ જવાને બદલે ઈન્ટનેટના માધ્યમથી સરળતાથી નેટ બેન્કીંગ દ્રારા ભરી શકાય તે રીતે જરૂરી અપગ્રેડેશન સાથે આગામી 20 નવેમ્બરથી ઈ-ચલણ શરૂ થશે
ગાંઘીનગર જિલ્લા પોલિસ કચેરીએ ઈનચાર્જ પોલીસ વડા એમ.જે.સોલંકીએ જણાવ્યુ હતુ કે ગુજરાત સરકારનાં ગૃહ વિભાગ દ્રારા ટ્રાફિક પોલિસ અને વાહન ચાલકો વચ્ચે ટ્રાફિકના નિયમોના ઉલ્લંઘન બાબતે ઘર્ષણને લઈને ઈ-મેમો સીસ્ટમ અગાઉ શરૂ કરવામાં આવી હતી. જે સીસ્ટમ ટેકનીકલ ક્ષતીને કારણે થોડા સમય માટે બંધ કરવામાં આવી હતી જે આગામી તારીખ 20 નવેમ્બરથી શરૂ કરવામા આવશે. શ્રી સોલંકીએ વધુંમાં જણાવ્યુ હતુ કે પહેલા ગાંઘીનગર શહેર ટ્રાફિક નિયમોનું ઉલ્લંઘન કરનાર વ્યકિતઓને ઈ-ચલણ ઈશ્યુ કરી દંડ વસુલવામાં આવતો હતો. પરંતુ હવે તે કામગીરીને વધુ અસરકારક બનાવવા જરૂરી ફેરફાર કરી વધારાના કેમેરા તેમજ દંડ ભરવા માટે રૂબરૂ જવાને બદલે ઈન્ટનેટના માધ્યમથી સરળતાથી નેટ બેન્કીંગ દ્રારા ભરી શકાય તે રીતે જરૂરી અપગ્રેડેશન સાથે આગામી 20 નવેમ્બરથી ઈ-ચલણ શરૂ થશે. તેમણે વધુંમાં ઉમેર્યુ હતુ કે કુલ 226 સીસીટીવી કેમેરાથી ટ્રાફિક નિયમનો ભંગ કરનાર પર નજર રાખવામાં આવશે.
