Skip to main content
Settings Settings for Dark

લાભપાંચમથી કલેક્ટર કચેરી ખાતે ''બિન-ખેતી'' પ્રક્રિયા કરાશે ઓનલાઇનઃ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી

Live TV

X
  • રાજ્ય સરકાર ચાલુ વર્ષે રૂ.એક હજારના ભાવે લાભ પાંચમથી એક મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે જે ગામડાઓના વિકાસ માટેનું પગલું સાબિત થશે

    ધોરાજી તાલુકાના ફરેણી ગામે જોગી સ્વામી મહારાજના સપાદ શતાબ્દી જન્મ-જયંતી મહોત્સવમાં મુખ્યમંત્રીશ્રી ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે મુખ્યમંત્રીએ પત્રકારોને સંબોધતા જણાવ્યુ હતુ કે રાજ્યમાંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવાની પહેલ-રૂપે લાભપાંચમથી કલેક્ટર કચેરી ખાતે ''બિન-ખેતી'' પ્રક્રિયા ઓનલાઇન કરવામાં આવશે. રાજ્ય સરકાર ચાલુ વર્ષે રૂ.એક હજારના ભાવે લાભ પાંચમથી એક મણ મગફળીની ટેકાના ભાવે ખરીદી શરૂ કરશે જે ગામડાઓના વિકાસ માટેનું પગલું સાબિત થશે. મુખ્યમંત્રીએ ''ગુજરાત ઓન ફાસ્ટ ટ્રેક''ની રાજ્ય સરકારની વિભાવના સ્પષ્ટ કરી હતી અને ''સૌની'' યોજના અન્વયે અત્યાર સુધી તથા બાકીના ડેમો આ યોજનામાં સામેલ થવાની વાત પણ ઉચ્ચારી હતી. આ અવસરે તેમણે રસિકલાલ ધારીલાલ સી.બી.એસ ઈ સ્કુલનું લોકાર્પણ કર્યુ હતું. આ દરમિયાન તેમણે શાળાની મુલાકાત લઈ સભાને સંબોધી હતી. તેમની સાથે જયેશભાઇ રાદડિયા ઉપરાંત મોટી સંખ્યામાં હરિ ભક્તો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 24-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 25-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
apply