ગુજરાત સરકાર દ્વારા યોજાતી રાજ્ય કક્ષાની સંસ્કૃત ભાષામાં શાસ્ત્રીય સ્પર્ધામાં નડિયાદના ઋષિકુમારોનો ઉત્તમ દેખાવ
Live TV
-
સંસ્કૃત ભાષાને પ્રોત્સાહિત કરવા માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે. છેલ્લા પાંચેક વર્ષથી ગુજરાત સરકાર દ્વારા રાજ્ય કક્ષાએ સંસ્કૃત ભાષામાં શાસ્ત્રીય સ્પર્ધા યોજાય છે. ખેડાના નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલયના 17 ઋષિકુમારોએ વિવિધ 27 જેટલી સ્પર્ધાઓમા પોતાનું શાસ્ત્રીય વક્તવ્ય પ્રદર્શન કરી રાજ્ય કક્ષાએ પાંચ સુવર્ણપદક, પાંચ રજત પદક અને એક કાંસ્ય પદક પ્રાપ્ત કરી ખેડા જિલ્લાનું ગૌરવ રાજ્યકક્ષાએ વધાર્યું છે. રાજ્યકક્ષાની આ સ્પર્ધા નર્મદા સંસ્કૃત મહાવિદ્યાલય ભરૂચ ખાતે યોજાઇ હતી. જેમાં રાજ્યભરની 35 સંસ્કૃત પાઠશાળાઓના 401 જેટલા વિદ્યાર્થીઓએ ભાગ લીધો હતો. નડિયાદ બ્રહ્મર્ષિ સંસ્કૃત મહાવિદ્યાલય સંસ્થાના પાંચ સુવર્ણ પદક જીતેલા છાત્રો આગામી ઓલ ઇન્ડિયા સંસ્કૃત સ્પર્ધામાં ભાગ લેવા બેંગ્લોર ખાતે રાજ્યનું પ્રતિનિધિત્વ કરશે.
