સુરેન્દ્રનગર: LCB પોલીસ ટીમની સફળ કામગીરી, રાજવી પરિવારમાં થયેલ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલ્યો
Live TV
-
છેલ્લા ઘણા સમયથી રાજ્યમાં ચોરી અને લૂંટફાટના બનાવોમાં વધારો જોવા મળ્યો છે તો બીજી તરફ પોલીસ પણ ચોરોને પકડવા માટે પણ એટલીજ જાગૃતતાથી અને સજાગતાથી કામગીરી કરી રહી છે. ગણતરીના દિવસોમાં જ હવે ટેક્નોલોજીની મદદથી ચોરોને પકડવામાં પોલીસને સફળતા મળી રહી છે.એવી જ એક સફળતા સુરેન્દ્રનગર એલ.સી.બી પોલીસને મળી.
સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ખાતે આવેલા રાજવી પરિવારના દિગ ભુવન નામના રાજમહેલમાં ફેબ્રુઆરી માસ દરમિયાન કુલ 56 કિલો ચાંદી તેમજ એન્ટીક વસ્તુઓની ચોરી બનાવ બન્યો હતો.
ત્યારે સુરેન્દ્રનગર LCB પોલીસે આ ચોરીનો ભેદ ગણતરીના દિવસોમાં ઉકેલી નાંખી રાજમહેલમાં ચોરી કરનાર ધ્રાંગધ્રાના 6 શખ્સોને કુલ રૂપિયા 24 લાખથી વધુના મુદ્દામાલ સાથે પકડી લીધા હતાં.
