ગૃહ રાજયમંત્રીએ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત માલેગામ અને ભૂરાપાણી ગામની મુલાકાત લીધી
Live TV
-
ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ સાપુતારા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષ સહિત માલેગામ અને ભૂરાપાણી ગામની મુલાકાત લીધી હતી. ગૃહ રાજયમંત્રી હર્ષ સંઘવીએ આહવા તાલુકાના ભૂરાપાણી ગામે સ્થાનિક બુથના વાલી શિવાભાઈ ગાવિતના ઘરે શુદ્ધ અને પ્રાકૃતિક ડાંગી ભોજન આરોગ્યું હતું. તેમણે નાગલી-ચોખા અને ઘઉંના રોટલા, અડદની દાળ, ભુજીયું, ડાંગી ચટણી, નાગલીના પાપડ, વાલ પાપડી અને આડુ કંદ, દાળ, ભાત જેવું પ્રાકૃતિક ભોજન સૌની સાથે બેસીને ગ્રહણ કર્યું હતું. સાથે તેમણે સાપુતારાની તળેટીમાં આવેલી શ્રી સંતોકબા ધોળકીયા વિદ્યામંદિર-માલેગામ ખાતે ચાલી રહેલા ખેલ મહાકુંભ ૨.૦ની મુલાકાત લઈ ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા હતા.
