Skip to main content
Settings Settings for Dark

ગૃહ રાજ્યમંત્રીના હસ્તે વિવિધ પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

Live TV

X
  • બાકોર પોલીસ સ્ટેશન, પોલીસ લાઈન તથા કડાણા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ

    ગુજરાત રાજ્ય પોલીસ આવાસ નિગમ લિમીટેડ દ્વારા નવનિર્મિત મહીસાગર જિલ્લાના ખાનપુર તાલુકાનાં બાકોર પોલીસ સ્ટેશન, બાકોર પોલીસ લાઇન તથા કડાણા પોલીસ સ્ટેશનનું લોકાર્પણ ગૃહ રાજ્ય મંત્રી પ્રદીપસિંહ જાડેજાના હસ્તે કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાત રાજ્ય અન્ન અને નાગરીક પુરવઠા નિગમના ચેરમેન રાજેશભાઇ પાઠક પણ ઉપસ્થિત રહ્યા હતા. પ્રાસંગીક ઉદબોધનમાં ગૃહરાજ્ય મંત્રીએ જણાવ્યું હતું કે, પ્રજાજનોને સારી સુવિધા ઉપ્લબ્ધ થાય અને પોલીસ વિભાગને આધુનિક સગવડોવાળુ પોલીસ મથક મળે તે માટે સરકાર દ્વારા રૂપિયા 1.40 કરોડના ખર્ચે મહીસાગર જિલ્લામાં આ બે પોલીસ મથકો અને પોલીસ લાઇનના લોકાર્પણ કરતા શુભકામનાઓ પાઠવી હતી. મંત્રીશ્રીએ મહિસાગર પોલીસની ઉત્કૃષ્ટ કામગીરીને બિરદાવતા જિલ્લો રાજ્યમાં ઓછો ક્રાઇમ રેટ ધરાવતો જિલ્લો છે. તેનાથી પણ વધુ સારી કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ થાય તેવી અપેક્ષા છે તેમ જણાવ્યુ હતું.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply