Skip to main content
Settings Settings for Dark

ગોધરાના કમલેશ નામના યુવકે બનાવી ગણેશજીની ઈકો ફ્રેન્ડલી પ્રતિમા

Live TV

X
  • આગામી 2 તારીખથી દેશભરમાં ગણેશ મહોત્સવની શરૂઆત થવા જઈ રહી છે. ત્યારે ગોધરા શહેરમાં પણ ૧૦૦ ઉપરાંત ગણેશ મંડળો દ્વારા ગણેશજીની પ્રતિમાઓની સ્થાપના થવાની છે જેમાં નાનીથી લઈને ૨૨ ફૂટ સુધીની લંબાઈની પીઓપીની પ્રતિમાઓની સ્થાપના થતી હોય છે. ત્યારે ગત વર્ષે પર્યાવરણને બચાવવા માટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ઇકો ફ્રેન્ડલી પ્રતિમાઓની સ્થાપના કરવા માટે હાકલ કરવામાં આવી હતી. આ વાતથી પ્રેરણા લઈને ગોધરાના ગરીબ પરિવારમાંથી આવતા અને હાલ આઈ.ટી.આઈનો અભ્યાસ કરતા કમલેશ નામના યુવકે કાગળની રદ્દી- પસ્તી જળ રંગો અને લાકડાના વેરમાંથી ગણેશજીની પ્રતીમા બનાવવાનું નક્કી કર્યું. આ યુવક દ્વારા ગણેશજીની ૯ ફૂટ જેટલી લંબાઈ ધરાવતી ઈકો ફ્રેન્ડલી પ્રતિમા બનાવવામાં આવી છે. યુવક દ્વારા બનાવવામાં આવેલી આ પ્રતિમાને લઈને આસપાસના લોકો પણ ખુબ જ પ્રભાવિત થયા છે અને તેની કળાને બિરદાવી રહ્યા છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply