વલસાડમાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવના પાણીને પાઇપલાઇન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનું આયોજન
Live TV
-
વલસાડ જિલ્લામાં સુજલામ સુફલામ યોજના અંતર્ગત તળાવો ઊંડા કરવાના 64 કામો તેમજ ચેકડેમોના ક્ષમતા વધારવા સહિતના 96 કામો દ્વારા જિલ્લામાં 13.17 મિલિયન ઘનફૂટ પાણીનો સંગ્રહ થાય તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે. આ અવસરે આદિજાતિ રાજ્યમંત્રી રમણલાલ પાટકરે જણાવ્યું હતું કે, તળાવો પાણીથી છલોછલ ભરાઇ જતા, તળાવના પાણીને પાઇપલાઇન દ્વારા લોકોના ઘર સુધી પહોંચાડવાનું આયોજન કરાયું છે. પાણીનો સંગ્રહ થવાથી કુવા અને બોરમાં પાણીના તળ ઊંચા આવવાની શરૂઆત થશે ત્યારે ઊનાળાની સીઝનમાં પાણીની તકલીફથી છુટકારો મળશે. નળ સે જળ યોજનાના બાકી લાભાર્થીઓની નોંધણી કરી તેમને તેનો લાભ આપવા જણાવ્યું હતું. જે પણ ગામોમાં પાણી ઓછું રહેતું હતું, ત્યાં તળાવો ઊંડા કરાવીને પાણીનો સંગ્રહ કર્યો છે, આજે તે જોતાં આનંદની લાગણી અનુભવાય છે. તેમણે તમામ તળાવો ગામના પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટેના પ્રયાસો હાથ ધરવા જણાવ્યું હતું.
