ઘેલા સોમનાથમાં ભષ્મ આરતી
Live TV
-
પવિત્ર શ્રાવણ માસમાં ઠેર ઠેર શિવાલયોમાં ભીડ જોવા મળી રહી છે. ત્યારે અમરેલી જિલ્લાના છેવાડા પાંચાળ પ્રદેશમાં આવેલ અતિપ્રાચીન મંદિર એવા ઘેલા સોમનાથમાં પણ ભક્તોનું ભારે ઘોડાપુર જોવા મળી રહ્યું છે. આ મંદિરનો ઈતિહાસ સોમનાથ જ્યોતિર્લીંગ સાથે જોડાયેલો છે. સમગ્ર ભારતવર્ષમાં માત્ર બે જ શિવાલયોમાં ભસ્મા આરતી કરવામાં આવે છે. એક મધ્યપ્રદેશના ઉજ્જૈનના મહાકાલ મંદિરમાં અને બીજી ઘેલા સોમનાથમાં. આ ભષ્મ આરતીના દર્શન માટે હજારો શ્રદ્ધાળુઓ આવે છે. અહીં દર્શને આવતાં ભક્તો માટે ઉતારા અને પ્રસાદની પણ વ્યવસ્થા હોય છે. તેમજ સરકાર અને ભક્તો તરફથી દરરોજ અન્નક્ષેત્ર પણ ચલાવવામાં આવી રહ્યું છે. ઘેલાસોમનાથ મહાદેવમાં શ્રાવણ માસ દરમ્યાન અલગ અલગ શણગાર કરવામાં આવે છે. અહીં શ્રાવણ મહિનામાં લોકમેળો પણ હોય છે.
