ચાઈના-ઇન્ડિયા ગુજરાત ઇકોનોમિક એન્ડ ટ્રેડ કો-ઓપરેશન કોન્ફરન્સનો પ્રારંભ
Live TV
-
આજે અમદાવાદમાં ચાઇના - ઇન્ડિયા ગુજરાત ઇકોનોમિક ટ્રેડ કો.ઓપરેશન કોન્ફરન્સ 2019નો , પ્રારંભ થયો છે. આજની વૈશ્વિક વ્યવસ્થામાં ભારત અને ચીન બંને રાષ્ટ્રો વ્યાપારમાં મહત્વની ભૂમિકા નિભાવી રહ્યા છે, ત્યારે બંને એકબીજાથી નજીક આવે અને બિઝનેસ સંબંધો વધે તે હેતુથી કોન્ફરન્સ યોજાઇ છે.
કોન્ફરન્સનો પ્રારંભ કરાવતા મુખ્યમંત્રી વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે ગુજરાત બિઝનેસ ફ્રેન્ડલી એન્વાયરમેન્ચ રાજ્ય છે. ગુજરાત અને ગ્વાન્ગ ડોંગ વચ્ચે સિસ્ટર સ્ટેટ તેમજ અમદાવાદ ગ્વાન્ગ ડોંગ વચ્ચે , સિસ્ટર સીટીના કરાર થયા છે. કોન્ફરન્સમાં ચીનના ગ્વાંન્ગ ડોંગના પ્રોવિન્સની ડીપાર્ટમેન્ટ ઓફ કોમર્સ અને ફિક્કીની ગુજરાત શાખાના તેમજ ઇન્ડેક્ષ બી ના અગ્રણી ઉપસ્થિત રહ્યા હતા.
મેમ્બર ઓફ ધ પોલીટીકલ બ્યુરો ઓફ ધ સીપીસી સેન્ટ્રલ કમિટી , ગ્વાંગ ડોંગના સેક્રેટરી , લી.ક્ષી.એ જણાવ્યું હતું કે ભારત સાથે ચીનના વ્યાપાર અને વાણિજ્યીક સંબંધો વધુ ગાઢ બનશે. કાર્યક્રમમાં મુખ્ય સચિવ, ડો. જે.એન.સિંઘ, મુખ્ય અગ્રસચિવ કૈલાસનાથન, વગેરે ઉપસ્થિત રહ્યા હતા.
