ચૂંટણી પંચે મધુ શ્રીવાસ્તવને ચેતવણી આપી
Live TV
-
મતદારોને ધમકી આપવાની ફરિયાદને પગલે ચૂંટણી પંચે નોટિસ મોકલી
વડોદરામાં યોજાનારી લોકસભા ચૂંટણી માટે પ્રચાર દરમિયાન વાઘોડિયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ દ્વારા મતદારોને ધમકી આપી હોવાની ફરિયાદને પગલે રાજ્ય ચૂંટણી પંચે ત્રણ દિવસમાં જવાબ આપવા માટે નોટિસ મોકલી હતી. નોટિસનો જવાબ ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કલેક્ટર સમક્ષ રજૂ કર્યો હતો. ક્લેક્ટર શાલિની અગ્રવાલે માધ્યમોને જણાવ્યું હતું કે, તેમણે ધારાસભ્યને ભવિષ્યમાં આવું ના થાય તે માટે ચેતવણી આપી છે.
