પ્રદેશ ભાજપના પ્રભારીએ વડોદરાની મુલાકાત લીધી
Live TV
-
ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી સંકલન બેઠકમાં ફીડ બેક મેળવી
ગુજરાત ભાજપના પ્રભારી ઓમ માથુર વડોદરાની મુલાકાતે હતા. તેમણે ભાજપના હોદ્દેદારો સાથે બેઠક કરી સંકલન બેઠકમાં ફીડ બેક મેળવ્યો હતો. તેમણે ભાજપ કાર્યકરોને વાણી ઉપર સંયમ જાળવવા અનુરોધ કર્યો હતો. તેમણે વધુમાં ખેડૂતોની રાજકોટમાં થયેલી પાક વીમા મુદ્દે રેલી માટે પ્રતિક્રિયા આપી હતી. તેમણે જણાવ્યું હતું કે, ખેડૂતોની ચિંતા માત્ર ભાજપે અને નરેન્દ્ર મોદીએ કરી છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પહેલાં તબક્કાનું મતદાન પ્રોત્સાહનરૂપ છે
