મુખ્યમંત્રીની અધ્યક્ષતામાં કાર્યકર્તા સંમેલન યોજાયું
Live TV
-
હળવદ ખાતે ભાજપ લોકસભા અને ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા કાર્યાલયનો શુભારંભ
મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીની અધ્યક્ષતામાં હળવદ ખાતે ભાજપ લોકસભા અને ધ્રાંગધ્રા હળવદ વિધાનસભા કાર્યાલયના શુભારંભ સાથે કાર્યકર્તા સંમેલન યોજાયું હતું. મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ કોંગ્રેસ સામે પ્રહાર કરતાં જણાવ્યું હતું કે, ગઠબંધન સરકાર સામે પ્રધાનમંત્રીના વિવિધ કામ જોઈ લોકો નિર્ણય કરશે. તેમણે કહ્યું હતું કે, ગુજરાતના પનોતા પુત્રને પ્રધાનમંત્રી પદે ફરી બેસાડવા માટે કામગીરી કરવાની છે. જે માટે સુરેન્દ્રનગર લોકસભા તેમજ હળવદ , ધ્રાંગધ્રા, વિધાનસભામાં કમળ ખીલવવાનું છે તેમણે સુરેન્દ્રનગર ના કાર્યકરોની નિષ્ઠા બિરદાવી હતી
