સામાન્ય ડ્રાઈવરના દિકરાને મળ્યું IIMમાં એડમિશન, પરિવારમાં આનંદ
Live TV
-
સામાન્ય માણસ જેની કલ્પના પણ ન કરી શકે તેવી ખ્યાતનામ સંસ્થા આઇઆઇએમમાં એક ડ્રાઇવરના દિકરાને એડમીશન મળતા સમગ્ર પરિવાર અને ગુજરાત મિલ્ક માર્કેટીંગ ફેડરેશનના તમામ સ્ટાફમાં ખુશી વ્યાપી ગઈ છે.
વર્ષો પહેલા બિહારથી આવેલ અને આણંદ ખાતે વસેલા પંકજકુમારે જીસી.એમએમ.એફના મેનેજીંગ ડાયરેકટર ડારેકરટ આર એસ સોઢીસિંગને ત્યાં ડ્રાઈવરની નોકરી કરી પોતાના દિકરાને ઉછેર્યો છે.
હિતેશસિંગને બે વર્ષના એગ્રીકલ્ચર એંડ કોર્સમાં એડમીશન મળ્યુ છે. હિતેશ નાનપણ થી જ ભણવામાં હોંશિયાર હતો અને આણંદ ખેતીવાડી કોલેજમાં તેના વિભાગમાં એક સાથે પાંચ પાંચ ગોલ્ડ મેડલ મેળવવાનો રેકોર્ડ સર્જ્યો છે. ખુબ સામાન્ય જીવન પણ ઉચ્ચ વિચાર રાખનાર હિતેશને ભવિષ્યમાં ખેડુતો માટે કામ કરવાની ઇચ્છા છે.
