ચૂંટણી શાંતીપૂર્ણ યોજાય એ માટે આંતરરાજ્ય બોર્ડની મીટીંગ
Live TV
-
આગામી લોકસભાની ચૂંટણીના ભાગરૂપે આંતર રાજ્ય સરહદો પરની સુરક્ષા વ્યવસ્થા દારૂબંધીના કડક અમલ સહિત આચાર સંહિતાનો અમલ થાય તેના ભાગરૂપે અરવલ્લી જિલ્લામાં બેઠક યોજાઈ હતી. ડુંગરપુરના કલેક્ટર અને જિલ્લા પોલિસ વડા, મહિસાગર જિલ્લાના કલેક્ટર અને જિલ્લા પોલિસ વડા તેમજ અરવલ્લી જિલ્લા કલેક્ટર અને જિલ્લા પોલિસ વડાની સંયુક્ત બેઠક યોજાઈ હતી. બેઠકમાં દરેક આંતર રાજ્ય સરહદોને સીલ કરી બિન જામિન પાત્ર વોરંટની બજવણી તડી પાર કરાયેલા ગુનેગારો અન્ય ગુનેગારો વગેરે વિશે ચર્ચા કરવામાં આવી હતી. ચૂંટણી શાંતિપૂર્ણ માહોલમાં યોજાય તે માટે અરવલ્લી જિલ્લા કલેક્ટરની અધ્યક્ષતામાં આંતર રાજ્ય બોર્ડર મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું.
