Skip to main content
Settings Settings for Dark

ચોટીલાનાં ત્રિવેણી ઠાંગા ડેમ ઓવરફલો થવાની શકયતા હોવાથી તંત્ર દ્વારા 6 ગામોને એલર્ટ કરાયા

Live TV

X
  • ચોટીલાના ડાકવડલા ગામ પાસે આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ ની કુલ જળ સપાટી 208 મિટર

    હવામાન વિભાગ દ્વારા ગુજરાતના સૌરાષ્ટ્ર અને કચ્છમાં આગામી ચાર દિવસમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, ત્યારે સુરેન્દ્રનગર જિલ્લામાં પણ ચોમાસુ સક્રિય બની ગયું છે, અને ચોટીલા સહિત ગ્રામ્ય વિસ્તારમાં પણ વરસાદ નું આગમન પણ થઈ ગયેલ છે, ત્યારે ચોટીલા શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો અંદાજે બે ઈંચ જેટલો વરસાદ વરસી જતા ચોટીલા પંથકના ત્રિવેણી ઠાંગા ડેમમાં પાણીની નવી આવક થવા પામી છે, આથી પાણી નું જળ સ્તર ઉંચુ આવ્યુ છે,સિંચાઈ પેટા વિભાગ ચોટીલા તરફથી ચોટીલાના ડાકવડલા ગામ પાસે આવેલ ત્રિવેણી ઠાંગા ડેમ ની કુલ જળ સપાટી 208 મિટર છે, ત્યારે હાલ વરસાદ વરસતા ડેમની જળ સપાટી વધારો થતાં હાલ 207.15 થઈ ગયેલ હોવાથી ડાકવડલા,રામપરા-રાજ,ખાટળી, શેખલીયા,મેવાસા, લોમાકોટડી જેવા 6 ગામ ને નદીના પટમાં અવર જવર ન કરવા અને સાવચેત રહેવા માટેની સૂચના આપી ને સતર્ક રહેવા તંત્ર દ્વારા જણાવવામાં આવ્યું છે.ચુડા તાલુકાના વાંસળ ડેમ 90 ટકા ભરાય ગયો છે..જેથી ભૃગુપુર,ગોખરવાળા ,ચુડા સહિતના નીચાણવાવા ગામને એલર્ટ રહેવાની સુચના અપાઈ છે..

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply