Skip to main content
Settings Settings for Dark

મહિસાગરમાં કોરોનાના 7 કેસ, વિનાયક ઓર્થોપેડિક હોસ્પિટલે જાહેરનામાનો ભંગ કરતા દંડ

Live TV

X
  • જાહેરનામાં ના ભંગનો વાયરલ કરેલા વિડિયોમાં, દર્દીઓ તેમજ હોસ્પીટલના સ્ટાફે માસ્ક તેમજ ગ્લોઝ પહેર્યાં ન હતાં

    મહિસાગર જિલ્લાના લુણાવાડા શહેરમાં આવેલી વિનાયક ઓર્થોપેડિક હોસ્પીટલ દ્વારા કોરોનાની સ્થીતીમાં સરકારના જાહેરનામાના ભંગ કર્યો છે. આ અંગેનો વિડિયો વાયરલ થતાં કલેકટરના આદેશ અનુંસાર મામલતદાર દ્વારા પગલાઓ ભરવામાં આવ્યાં છે. એક જાગૃત નાગરિક દ્વારા જાહેરનામાં ના ભંગનો વાયરલ કરેલા વિડિયોમાં, દર્દીઓ તેમજ હોસ્પીટલના સ્ટાફે માસ્ક તેમજ ગ્લોઝ પહેર્યાં ન હતાં. તેમજ સોશ્યલ ડિસ્ટન્સનું પાલન પણ ન થતું હોવાનું સ્પષ્ટ થતું હતું. આ વિડિયો એ ભારે કુતુહલ ફેલાવ્યું હતું. મહિસાગર જિલ્લા પ્રશાસનને આ જાણકારી મળતા તેઓએ તપાસ કરી પગલાઓ ભરવા આદેશ કર્યો હતો. જેની કાર્યવાહીના ભાગરૂપે મામલતદાર દ્વારા હોસ્પીટલને નોટીસ આપવામાં આવી છે. અને માસ્ક ન પહેરવા બદલ 17 વ્યક્તિઓ વિરુદ્ધ દંડનીય કાર્યવાહી કરવામાં આવી હતી

    મહિસાગરમાં ત્રણ કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે.જ્યારે બાલાસિનોર સહેરમાં 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા છે..જિલ્લામાં કુલ કોરોના કેસની સંખ્યા 173 પર પહોંચી છે..આજરોજ જે નવા 7 કેસ નોંધાયા તેમાં 5 પુરૂષો અને 2 મહિલાનો સમાવેશ થાય છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply