Skip to main content
Settings Settings for Dark

સૌરાષ્ટ્રમાં મેઘરાજાની મહેર યથાવત : રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ

Live TV

X
  • કાલાવડમાં ૧૬ ઇંચ, જામનગર, ખંભાળીયા, પડધરી, લાલપુરમાં ૯ ઈંચ વરસાદ

    ગુજરાતમાં છેલ્લા બે દિવસથી પડી રહેલા ધોધમાર વરસાદને કારણે સૌરાષ્ટ્રના મોટા ભાગના જિલ્લા તરબોળ બન્યા છે..રાજ્યમાં વરસી રહેલા વરસાદે છેલ્લા ચોવીસ કલાક દરમિયાન સૌરાષ્ટ્રમાં એની મહેર યથાવત રાખી છે. રાજ્યના ૧૧૭ તાલુકાઓમાં નોંધપાત્ર વરસાદ થયો છે.સૌથી પહેલા વાત કરીએ જામનગરની તો જામનગર જિલ્લામાં સૌથી વધુ કાલાવડમાં ભારે વરસાદને કારણે પૂરની સ્થિતિનું નિર્માણ થયુ હતુ..કાલાવડમાં 16 ઈંચ વરસાદ ખાબકતા રેડ એલર્ટ આપવામાં આવ્યુ છે..અને નીચાણવાળા વિસ્તારોને સાવચેત રહેવા સૂચાના અપાઈ છે.. જામનગર જિલ્લાના કાલાવડ તાલુકામાં ૩૯૨ મી.મી. એટલે કે ૧૬ ઇંચ જેટલો, જામનગર તાલુકામાં ૨૩૬ મી.મી., ખંભાળિયામાં ૨૩૬ મી.મી., પડધરીમાં ૨૩૫ મી.મી. અને લાલપુરમાં ૨૨૧ મી.મી. મળી કુલ ચાર તાલુકાઓમાં નવ ઇંચ જેટલો વરસાદ વરસ્યો હોવાના અહેવાલ છે.

    દ્વારકામાં વરસાદના પગલે વેરાડી, ગઢકી, સિંધણી અને મીણસાર ઓવર ફ્લો થયો છે. ઉપરવાસમાં સારા વરસાદના પગલે જામનગરનાં સસોઇ અને રણજીતસાગર ડેમ ઓવર ફ્લો થતાં આ પંથકમાં પીવાના અને સિંચાઇના પાણીની સમસ્યા ઉકેલાઇ છે.

    મોરબી જિલ્લામાં મોરબી 55, વાંકાનેર 43, હળવદ 58, ટંકારા 100 અને માળિયા મીયાણામાં 73 મીમી વરસાદ થયો છે. વરસાદના પગલે ધણા શહેરી વિસ્તારમાં પાણી ભરાયા છે. અમદાવાદમાં વાતાવરણ જામ્યું અને અલગ અલગ વિસ્તારમાં સારો વરસાદ થતાં સિઝનનો 25ટકા વરસાદ થયો છે.

    ગીરસોમનાથ જિલ્લામાં પણ સાર્વત્રિક વરસાદ પડ્યો.ગિરનાર પર્વત પર ભારે વરસાદને પગલે પર્વતના પગથિયા પરથી પાણીના ધોધ વહી રહ્યો છે...પ્રકૃતિ સોળે કળાએ ખીલી ઉઠી હોય તેમ ભારે વરસાદને પગલે ગિરનાર પર્વત પર આહલાદક નજારો જોવા મળી રહ્યો છે.

    આ ઉપરાંત વેરાવળ તાલુકામાં ૮૩ મી.મી., ભુજમાં ૮૨ મી.મી., મુન્દ્રામાં ૮૦ મી.મી., જામકંડોરણામાં ૭૯ મી.મી., માળીયામીયાણામાં ૭૩ મી.મી. મળી કુલ પાંચ તાલુકાઓમાં ત્રણ ઇંચ જેટલો અને રાણાવાવ તાલુકામાં ૬૯ મી.મી., માણાવદર, માંગરોળમાં ૬૮ મી.મી., ગીરગઢડા, જાફરાબાદમાં ૬૫ મી.મી., હળવદમાં ૫૮ મી.મી., કુતિયાણામાં ૫૭ મી.મી., વલસાડમાં ૫૬ મી.મી., મોરબીમાં ૫૫ મી.મી., નવસારીમાં ૫૪ મી.મી., પલસાણામાં ૫૩ મી.મી., કેશોદ, જલાલપોર, તલાલામાં ૫૧ મી.મી., બારડોલીમાં ૪૯ મી.મી. મળી કુલ ૧૫ તાલુકાઓમાં બે ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે. આ ઉપરાંત રાજ્યના અન્ય ૪૯ તાલુકાઓમાં એક ઈચથી વધુ અને અન્ય ૨૭ તાલુકાઓમાં અડધો ઇંચ કરતાં વધુ વરસાદ વરસ્યો હોવાના અહેવાલો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply