Skip to main content
Settings Settings for Dark

બનાસકાંઠામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મૂકાયા મુશ્કેલીમાં

Live TV

X
  • બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. અષાઢ મહિનાની શરૂઆતમાં વરસાદ શરૂઆત થતાં જિલ્લામાં ખેડૂતોએ વાવેતર કરી દીધું હતું.

    પરંતુ અષાઢ મહિનાના 15 દિવસ બાદ પણ વરસાદ ખેંચાતા ખેડૂતોના જીવ અધ્ધર તાલે ચોટી ગયા છે.

    બનાસકાંઠામાં ઉનાળામાં તેમજ શિયાળામાં કમોસમી વરસાદના કારણે અનેક ખેડૂતોને ખેતી પાકમાં મોટું નુકસાન થયું હતું. તો બીજી તરફ તીડ ના આક્રમણે પણ ખેડૂતોને નુકસાન પહોંચાડ્યું હતું ત્યારે ,હવે વરસાદ ખેંચાતા ખેડૂતો વધારે મુશ્કેલીમાં મુકાયા છે.

    ખાસ કરીને અંતરિયાળ વિસ્તાર એવો અમીરગઢ તાલુકો વરસાદ પર આધારિત રહે છે. પરંતુ વરસાદ ખેંચાવાને કારણે, અહીં કુવા તેમજ બોરવેલમાં પાણી ના સ્તર ઉંડા ઉતરી જતાં લોકોને પીવાના પાણી માટે પણ મોટી સમસ્યા ઉભી થઈ છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply