ચોથા તબક્કાના મતદાનને ધ્યાનમાં રાખી ઊંઝા માર્કેટયાર્ડ દ્વારા જાહેર રજા રાખવામાં આવી
Live TV
-
મહેસાણા જિલ્લાનું ઊંઝા ખાતે આવેલું એશિયાનું પ્રથમ શ્રેણીનું ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ માર્કેટ યાર્ડ આજે બંધ રહ્યું છે. મહત્વની બાબત એ છે કે લોકસભા ચૂંટણીના ચોથા તબક્કાના મતદાન અંતર્ગત આજે રાજસ્થાનમાં ચૂંટણી યોજાઈ રહી છે. જેને લઈને ઊંઝા માર્કેટ યાર્ડમાં મજૂરી કામ કરતા હજ્જારો રાજસ્થાની શ્રમીકો પોતાના મતાધિકારથી વંચીત ન રહી જાય તે માટે આજે માર્કેટયાર્ડ દ્વારા જાહેર રજા રાખવામાં આવી છે.
