શ્રીલંકા બ્લાસ્ટની ઘટનાને લઈ અમદાવાદમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કરાયું
Live TV
-
શ્રીલંકામાં થયેલા બ્લાસ્ટને કારણે માર્યા ગયેલા લોકોને શાંતિ માટે તેમજ ભવિષ્યમાં વિશ્વમાં આ પ્રકારની ઘટનાઓ ન બને તે માટે અમદાવાદમાં ખ્રિસ્તી સમુદાય દ્વારા એક કેન્ડલ માર્ચનું આયોજન કરવામાં આવ્યું. ગુજરાત યુનિવર્સિટીની પ્રારંભ થયેલા કેન્ડલ માર્ચ સેન્ટઝેવિયર્સ ખાતે પ્રાર્થના સાથે પૂરી થઈ હતી. આ કેન્ડલ માર્ચમાં ખ્રિસ્તી સમુદાયના દરેક ફાધર તેમજ બિશપ જોડાયા હતા. અને મોટી સંખ્યામાં ખ્રિસ્તી ભાઈ-બહેનોએ આ માર્ચમાં જોડાઈને પ્રભુ ઇસુને આપેલો પ્રેમ કરૂણા અને ભાઈચારાના સંદેશને અનુસરવા આગ્રહ કર્યો હતો.
