Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુરમાં ઈંટના બદલે પ્લાસ્ટીકની બોટલનો ઉપયોગ

Live TV

X
  • 15મી ઓગસ્ટે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્લાસ્ટીકનો ઉપયોગ ઘટાડવાનું આહવાન કર્યું હતું. જેના ભાગરૂપે પ્લાસ્ટીક ફ્રી ઇન્ડિયા અભિયાન અંતર્ગત પ્લાસ્ટિક પ્રદૂષણ અટકાવવા છોટાઉદેપુર જિલ્લામાં એક નવતર અભિગમ અપનાવાયો છે. જેમાં પાવીજેતપુર તાલુકા સેવાસદન કચેરીના કેમ્પસમાં ઇંટને બદલે પ્લાસ્ટિકની બોટલોનો ઉપયોગ કરીને એક ઓરડો બનાવાઈ રહ્યો છે. જેમાં વિદ્યાર્થીઓ દ્વારા ભેગી કરવામાં આવેલી પ્લાસ્ટિકની બોટલોનો ઈંટની જગ્યા ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આ માટે જરૂરી બોટલો એકઠી કરવા માટે ફિલ ધ બોટલ ચેલેન્જ નામની સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ સ્પર્ધામા પ્લાસ્ટિકની ફેંકી દેવાયેલી બોટલોમાં પ્લાસ્ટિકનો કચરો જ ભરવામાં આવે છે અને એનો ઇંટ તરીકે ઉપયોગ થાય છે. અત્યારસુધી 8000 જેટલી પ્લાસ્ટિકની બોટલો અને 500 કિલોગ્રામ જેટલું પ્લાસ્ટિક વાપરવામાં આવ્યુ છે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply