સરદાર સરોવર ડેમની જળસપાટીમાં વધારો
Live TV
-
રાજ્યમાં પડી રહેલા વરસાદ અને ઉપરવાસમાંથી આવી રહેલા પાણીને કારણે રાજ્યની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાં પાણીની આવક વધી રહી છે.હાલ ડેમની જળ સપાટી 137.64 મીટરે પહોંચી છે.તેમજ પાણીની આવક 7 લાખ 27 હજાર 151 એ પહોંચી છે.જયારે ડેમના 23 દરવાજા 5.4 મીટર ખોલાયા છે અને 8 લાખ 17 હજાર 945 ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે.
