છોટાઉદેપુર: આદિવાસી મહિલાઓ દ્વારા ઉજવવામાં આવ્યો પ્રી વુમન'સ ડે કાર્યક્રમ
Live TV
-
છોટાઉદેપુર જિલ્લામાં આંતરરાષ્ટ્રીય મહિલા દિનની ઉજવણીના ભાગરૂપે પ્રી વુમન'સ ડેના કાર્યક્રમનું આયોજન આદિવાસી મહિલાઓ દ્વારા કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં તમામ મહિલાઓનુ ગુલાબના ફૂલો આપી સ્વાગત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમમાં સામાજિક કાર્યકર સોનલબેને પોતાના કામના અનુભવો સાથે સાથે આદિવાસી મહિલાઓના વર્તમાન સામાજિક પ્રશ્નો ઉપર વક્તવ્ય આપ્યુ હતુ. કાયદાના વિદ્યાર્થીની ઉષાબેને મહિલાઓના બંધારણીય અધિકારો પર પોતાના વિચારો રજૂ કર્યા હતા
દર વર્ષે, લિંગ સમાનતાનો સંદેશ ફેલાવવા અને લિંગ પૂર્વગ્રહ ન હોય તેવા બહેતર સમાજ બનાવવા માટે સાથે મળીને કામ કરવા માટે 8 માર્ચે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ વર્ષે, યુનાઇટેડ નેશન્સે દિવસની થીમ જાહેર કરી છે. ટકાઉ આવતીકાલ માટે આજે જાતિ સમાનતા નો વિષય રાખવામાં આવ્યો છે
આ વર્ષે, આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ માટે યુએનની થીમ 'ટકાઉ આવતીકાલ માટે આજે લિંગ સમાનતા' છે, જેનો ઉદ્દેશ્ય વિશ્વભરની મહિલાઓ અને છોકરીઓના યોગદાનને પ્રકાશિત કરવાનો છે, જેઓ તેમના સમુદાયોમાં ક્લાયમેટ ચેન્જ અનુકૂલન, શમન અને પ્રતિભાવને પ્રોત્સાહન આપવા માટે ભાગ લે છે
