Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર-ક્વાંટમાં સાંબેલાધાર 7 ઈંચ વરસાદ, એક યુવક તણાયો

Live TV

X
  • કવાંટ- કડીપાની રોડ ઉપર આવેલ નાળું પણ ધોવાઈ ગયું

    છોટાઉદેપુર જીલ્લાના કવાંટ માં સાંબેલાધાર વરસાદ વરસ્યો હતો. કવાંટ માં ગઇકાલ સવારથી બપોર સુધી સાત ઇંચ કરતા વધુ વરસાદ ખાબક્યો છે , વહેલી સવારે કવાંટ માં જળપ્રલયનાં દ્રશ્યો સર્જાયા હતા. કવાંટમાં એક યુવક તણાયો હતો. જોકે સ્થાનિકો દ્વારા તેને બચાવી લેવાયો હતો. ભારે વરસાદને પગલે કવાંટ નગરમાં અનેક વિસ્તારોમાં પાણી ભરાયા તો નદી નાળાઓમાં ઘોડાપુરની સ્થિતિ સર્જાઈ હતી અને નદી નાળાઓમાં પાણી પુલની ઉપરથી વહેવા લાગ્યા હતા. જેને લઇ અનેક ઠેકાણે રોડ રસ્તાઓ ધોવાઈ ગયા હતા. નાની ટીટોડ પાસે આવેલ નાના પુલ ઉપરથી પાણી પસાર થતા બંને છેડેનાં એપ્રોચ રોડ નું મોટા પ્રમાણમાં ધોવાણ થયું છે તો કવાંટ- કડીપાની રોડ ઉપર આવેલ નાળું પણ ધોવાઈ ગયું હતું. ભારે વરસાદને લીધે સર્જાયેલી સ્થિતિનો તાગ મેળવવા જીલ્લા કલેકટરે અધિકારીઓ ની ટીમ સાથે કવાંટનાં અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી અને ભરાયેલા પાણીના નિકાલ માટે તાત્કાલિક વ્યવસ્થા કરવામાં આવી હતી
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply