Skip to main content
Settings Settings for Dark

ભરૂચમાં 1442 લોકોનું સ્થળાંતર કરાયુ, આમલા ખાડી ઓવરફ્લો

Live TV

X
  • ઉમરેઠ, આણંદ,પેટલાદ,બોરસદ,તારાપુર, ખંભાત, આંકલાવ, સોજીત્રા, તાલુકાઓમાં વરસાદ દરમિયાન કાચા પાકા મકાનો પડી ગયા

    ભરૂચ જિલ્લામાં સાર્વત્રિક વરસાદ થયો છે. જિલ્લામાં ભારે વરસાદ ના કારણે 1442 લોકો નું સ્થળાંતર કરાયું છે. હાંસોટ માં 952,આમોદ માં 241 જંબુસર માં 250 લોકોને સલામત સ્થળે ખસેડાયા હતા. અંકલેશ્વરના એશિયાડ નગરમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. આમલા ખાડી ઓવરફ્લો થતા સોસાયટીઓમાં પાણી ભરાયા હતા.અંકલેશ્વરથી સુરત તરફ વાયા ઓલપાડ વાળો સ્ટેટ હાઇવે બંધ કરાયો હતો. આણંદ જિલ્લામાં ભારે વરસાદ દરમ્યાન ઉમરેઠ, આણંદ,પેટલાદ,બોરસદ,તારાપુર, ખંભાત, આંકલાવ, સોજીત્રા, તાલુકાઓમાં વરસાદ દરમિયાન કાચા પાકા મકાનો પડી ગયા છે તેના સર્વે માટે અધિક નિવાસી કલેકટર દ્વારા ટીમો કાર્યરત કરવા માં આવી હતી.દરમિયાન અંકલેશ્વર ખાતે બાકરોલ તળાવ ઓવરફ્લો થઈ હોવાની અફવા ફેલાઈ હતી. અંકલેશ્વરના ટીડીઓએ તેનું ખંડન કર્યું હતું. તેમણે બાકરોલ તળાવ ભયજનક સપાટીની ઉપર છે પરંતુ રાત્રે વધુ વરસાદ આવે તો નુકસાનની શક્યતા હોવાની વાત કરી હતી. તેમણે ઉમેર્યું કે રાત્રે વધુ વરસાદ પડે તો આમલખાડીમાં પાણીની આવક વધી શકે છે. આમલખાડીમાં પાણીની આવક વધવાની શક્યતાથી કાપોદ્રા, ભડકોદ્રા, પીરામણ અને અંકલેશ્વર શહેરોને એલર્ટ રહેવાની સૂચના અપાઈ હતી.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply