Skip to main content
Settings Settings for Dark

નવસારીમાં બે હજારથી વધુ લોકોનું સ્થળાંતર, અંબિકા,પૂર્ણા નદી ગાંડીતૂર

Live TV

X
  • મેધર ભાઠા ગામે પૂરમાં ફસાયેલી 30થી વધુ લોકોને એરલિફ્ટ કરીને બચાવી લેવાયા

    હવામાન વિભાગ દ્વારા દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહીના પગલે નવસારીના ઉપરવાસ ડાંગ જીલ્લામાં ભારે વરસાદ સાથે નવસારીમાં છેલ્લા ત્રણ ચાર દિવસથી ધોધમાર વરસાદ થયો છે. તેને પગલે નવસારીની પૂર્ણાં અને અંબિકા નદીએ ભયજનક સપાટી પાર કરતા ઘોડાપૂરની પરિસ્થિતિનું નિર્માણ થયું છે. તેના પગલે નવસારી જીલ્લામાંથી બે હજારથી વધુ લોકોનું સલામત સ્થળે સ્થળાંતર કરવામાં આવ્યું છે. ગણદેવી તાલુકાના મેધરભાટ ગામના ૩૦ થી વધુ લોકો પૂરમાં ફસાય જતા એરફોર્સનાં હેલિકપ્ટર મારફતે રેસ્ક્યુ કરી બહાર કઢાયા હતા. આ તમામ લોકોને રેસ્ક્યુ કરી સુરત એરપોર્ટ લઈ જવાયા હતા અને ત્યાંથી તમામને ફરી નવસારીમાં સુરક્ષિત જગ્યાએ લઈ જવાયા હતા. દરમિયાન પુરના પગલે નવસારી શહેરના કાશીવાડી, રૂસ્તમવાડી, શાંતાદેવી રોડ, ભેસ્તખાડા, દશેરા ટેકરી, રંગૂનવાલા નગર, બંદર રોડ, નવીન નગર જેવા અનેક નીચાણવાળા વિસ્તારોમાં ચાર થી છ ફૂટ પુરનાં પાણી ભરાવાથી લોકો ના જનજીવન પર સીધી અસર થઈ પડી હતી અને અવિરત અને સતત વરસી રહેલા વરસાદનાં પગલે નવસારી જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી બે કાંઠે વેહતા ઘોડાપૂરની પરિસ્થિતિ નિર્માણ થવા પામતા 25 જેટલા ગામોને સાવચેતી સાથે સાગરપુત્રોને દરિયોનાં ખેડવા તંત્રે આહવાન કર્યું છે
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply