ભારે વરસાદથી નવસારીના મેધર ભાટ ગામમાં ફસાયેલા લોકોનું રેસ્ક્યુ
Live TV
-
15થી વધુ લોકો ઝીંગા તળાવ ખાતે ફસાતા તંત્ર હરકતમાં આવ્યુ
નવસારીના મેધર ભાટ ગામે 15 થી વધુ લોકો પાણીના ભયંકર પ્રવાહમાં ફસાયા છે..મેધર ભાટના ઝીંગા તળાવમાં 15થી વધુ લોકો ફસાયા હોવાની માહિતી મળતા કલેક્ટર દ્વારા તત્કાલ બચાવવાના પ્રયાસો હાથ ધરાઈ રહ્યા છે..તમામ લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવી રહ્યા છે..ફસાયેલા લોકોનો બચાવવા માટે હેલિકોપ્ટર ઉતારવામાં આવ્યુ હતુ..અને તમામ લોકોને એરલિફ્ટ કરીને બચાવવામાં આવી રહ્યા છે...ફસાયેલા લોકોમાં ચોર્યાસીના ધારાસભ્ય ઝંખના પટેલના પિતરાઈ ભાઈ હોવાના પણ અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે..કાવેરી અને અંબિકા નદીમાં જળસ્તર વધવાના કારણે ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ હતી..જેના કારણે નદીઓના પાણી ગામોમાં ફરી વળ્યા હતા..
