Skip to main content
Settings Settings for Dark

છોટાઉદેપુર લોકસભા બેઠકમાં મતદાન જાગૃતિ લાવવા માટે વ્યવસ્થાઓ વિશે માહિતી અપાઈ

Live TV

X
  • આગામી 23મી એપ્રિલના રોજ ગુજરાતમાં યોજાનાર લોકસભાની ચુંટણીને લઇ રાજ્યની સરહદી અને આદિવાસી વિસ્તારની 21 નંબરની છોટાઉદેપુર લોકસભા બેઠક માટે ચુંટણીલક્ષી માહિતી આપવા માટે જીલ્લા કલેક્ટર અને જીલ્લા ચુંટણી અધિકારી સુજલ મયાત્રા એ પત્રકાર પરિષદ યોજી હતી  પત્રકારોને માહિતી આપતા તેમણે જણાવ્યું હતું કે સાત વિધાનસભા ક્ષેત્રનાં સમાવેશ વાળી છોટાઉદેપુર લોકસભામાં કુલ 2 હજાર 232 મતદાન મથકો ઉપર કુલ 16 લાખ 65 હજાર 535 મતદારો નોધાયેલા છે  જેમાં 4 હજાર 722 દિવ્યાંગ મતદારો છે જેમના માટે મતદાન મથકો ઉપર વ્હીલ ચેર સહિતની વિશેષ વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે ચુંટણીપંચના પ્રયત્નો થકી લોકસભા નાં 100 ટકા મતદારો એપિક ધારક બન્યા છે. મહિલાઓમાં મતદાન જાગૃતિ લાવવા માટે દરેક વિધાનસભા બેઠક દીઠ મહિલા સંચાલિત પાંચ સખી મતદાન મથકો ઉભા કરાશે તો અંતરિયાળ અને ડુંગરાળ વિસ્તાર હોવાથી જીલ્લામાં કુલ 38 બુથ શેડો વિસ્તારમાં આવેલ હોઈ આવા બુથ માટે વોકીટોકી સહિતની વ્યવસ્થાઓ ઉભી કરવામાં આવશે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
apply