Skip to main content
Settings Settings for Dark

જમ્મુ કાશ્મીર અનુચ્છેદ 370 દૂર કરવા વિરૂદ્ધ PIL દાખલ કરવા પર સુપ્રીમ કોર્ટે લગાવી ફટકાર

Live TV

X
  • જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરવા વિરૂદ્ધ પીઆઈએલ દાખલ કરવા ઉપર સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ અરજદાર વકીલને જોરદાર આડે હાથ લીધા

    જમ્મુ કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરવા વિરૂદ્ધ પીઆઈએલ દાખલ કરવા ઉપર વકીલ એમ.એલ.શર્માને સુપ્રીમ કોર્ટે જોરદાર ફટકાર લગાવી છે. મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ અરજદાર વકીલને જોરદાર આડે હાથ લેતા કહ્યું કે, જાહેરહિતની અરજી સાથે કોઈ એનેક્ષર લગાડ્યું નથી. હું તમારી અરજી અડધો કલાકથી વાંચવાનો પ્રયત્ન કરી રહ્યો છું, પરંતુ કશું જ સમજી શકાતું નથી. આપની માંગણી, આપની પ્રાર્થના શું છે? કાંઈ ખબર પડતી નથી કે આપ કહેવા શું માંગો છો? આ સાથે ચીફ જસ્ટિસે કહ્યું કે, પીટીશન એવી નથી કે જેના ઉપર સુનવણી કરી શકાય. અમે તમારી પીટીશન રદ કરીએ છીએ પરંતુ આવું કરવાથી આ કેસમાં દાખલ અન્ય ઘણી પીટીશન ઉપર અસર પડશે. સુપ્રિમકોર્ટે કહ્યું કે, જમ્મુ - કાશ્મીરમાં અનુચ્છેદ 370 દૂર કરવાને લઈને છ પીટીશન દાખલ થઈ છે જેમાંથી ચાર હજુ પણ દોષ પૂર્ણ છે અને તે આ મુદ્દે અરજદારની ગંભીરતા દર્શાવે છે. અદાલતે કહ્યું કે, બધી પીટીશનમાં ડિફેક્ટ દૂર થવા પર સુનવણી માટે લીસ્ટ કરવામાં આવશે. દરમિયાન એડવોકેટ જનરલે જણાવ્યું કે, કેન્દ્ર સરકાર કાશ્મીરની સ્થિતિ નિયંત્રણ કરવા પગલાંભરી રહી છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply