Skip to main content
Settings Settings for Dark

મહેસાણા - નર્મદાના નીર ધરોઈ ડેમમાં ઠલવાયા

Live TV

X
  • ધરોઈ ડેમ એ ઉત્તરગુજરાતના 9 શહેરો અને 538 ગામડાઓ માટે પીવાના અને સિંચાઈના પાણી પુરા પાડી જીવાદોરી સમાન ગણાતો ડેમ છે

    મહેસાણા ખાતે આવેલ ધરોઈ ડેમમાં 4 વર્ષ બાદ પ્રતિ કલાકે 65.70 લાખ લીટરની ક્ષમતા એ નર્મદાનું પાણી પહોંચાડવામાં આવી રહ્યું છે જે માટે 105 કિમિ દૂર આવેલ ગાંધીનગર ના પિયજ ખાતે આવેલ નર્મદાની મુખ્ય કેનાલ માંથી પાણી ઉપાડવામાં આવ્યું છે..સામાન્ય રોતે ધરોઈ ડેમ એ ઉત્તરગુજરાતના 9 શહેરો અને 538 ગામડાઓ માટે પીવાના અને સિંચાઈના પાણી પુરા પાડી જીવાદોરી સમાન ગણાતો ડેમ છે પરંતુ ચાલુ વર્ષે ધરોઇના નીર તળિયે બેસતા ડેમમાં પાણી ની અછત સર્જાઈ છે ત્યારે આજે આ ડેમમાં 4 વર્ષ બાદ નર્મદાના નીર પહોંચાડવામાં આવ્યા છે વર્ષે 2004 માં 294 કરોડના ખર્ચે 105 કિમિ લાંબી પાઇપો નાંખવામાં આવી હતી જે પાઇપ લાઇન થકી પ્રતિ કલાકે 1.76 કરોડ લીટર પાણી ડેમમાં ઠાલવી શકવાની ક્ષમતા રહી છે ત્યારે હાલમાં આ ડેમમાં પ્રતિ કલાકે 56.70 લાખ લીટર પાણી ઠાલવવામાં આવી રહ્યું છે..મહત્વનું છે કે આજે 14 વર્ષ પહેલાં 294 કરોડના ખર્ચે નાખવામાં આવેલી નર્મદાના નીર લાવવા માટેની પાઇપ લાઇન ધરોઈ ડેમને જીવંત રાખવામાં ઉપયોગી બની છે ત્યારે આ ડેમ થકી 9 શહેરો અને 538 ગામડાઓ ને પીવાબ પાણી અને મહેસાણા - સાબરકાંઠા જિલ્લાની 177 ગામની 82.699 હેકર જમીન ને સિંચાઈના પાણીનો લાભ મળતો રહેશે..હાલમાં ડેમની જળ સપાટી 592.68 ફૂટ થવા પામી છે જ્યારે ડેમમાં 22 ટકા જેટલો પાણી નો સઁગ્રહ થયો છે ત્યારે હાલમાં આપતા નર્મદાના નીર થી ધરોઈ આધારિત વિસ્તારમાં આગામી વર્ષ માટે પીવાના પાણીની સમસ્યા ટળી છે જ્યારે સ્થાનિક ખેડૂતો આ ડેમમાં વરસાદ કે નર્મદાના વધુ નીર આવે અને ડેમ છલોછલ છલકાય તો આગામી વર્ષમાં ધરોઈ જળાશય આધારિત વિસ્તારના ખેડૂતોને સિંચાઈનો લાભ મળે તેવી આશા વ્યક્ત કરી રહ્યા છે 

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
apply