જળાશયોના સફાઈ અભિયાનમાં રાજકોટની જનતા જોડાઈ
Live TV
-
રાજકોટ શહેરને ગ્રીન રાજકોટના સૂત્ર સાથે સ્વચ્છ અને સ્વસ્થ બનાવવા માટે મહાનગરપાલિકાની સાથે હવે રાજકોટની જનતા પણ જોડાઈ છે. રાજકોટના રમેશ ગ્રુપ દ્વારા છેલ્લા બે માસથી જળાશયો પર સફાઈ અભિયાન હાથ ધરાયું છે. અગાઉ ન્યારી ડેમ અને રાંદરડા તળાવ ખાતે સફાઈ હાથ ધરી પચાસ ટન જેટલા કચરાનો નિકાલ કરવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા મારફત કેમ્પેન શરૂ કરી બે મહિના જેટલા સમયમાં સો થી વધુ લોકોએ સાથે મળી આજી ડેમની સફાઈ કરવાનું અભિયાન હાથ ધર્યું હતું. તેમાં પણ ેમધર્સ ડે નિમિત્તે સફાઈ અભિયાનમાં મહિલાઓ જોડાઈ હતી. સફાઈ દરમ્યાન પ્લાસ્ટીક, ફૂડ રેપર, અને માવા ગુટખાના પ્લાસ્ટીક એકઠા કરી ધરતી માતાને સ્વચ્છ બનાવવાનો સંદેશો આપ્યો હતો.
