જવલ્લે જ જોવાતું ડોવીચર પક્ષી દેખાયું જામનગરના દરિયાકિનારે
Live TV
-
જામનગરના દરિયા કાંઠે એક અનોખું પક્ષી દેખાતા પક્ષી પ્રેમીઓમાં હરખની લાગણી ફેલાઈ ગઈ હતી. એશિયન કેવિયર તરીકે ઓળખાતું આ પક્ષી છેલ્લે નરારા બેટ ખાતે જાણીતા પક્ષીવિદ્દ કનાલ જોશી દ્વારા 2012માં જોવા મળ્યું હતું.
લાંબી ચાંચ ધરાવતું આ પક્ષી વેડર પ્રકાર નું છે એટલે કે આ પક્ષી કાદવ-કીચડ ખૂંદનારું છે. ઉત્તરી એશિયાનું નિવાસી આ પક્ષી સામાન્ય રીતે શિયાળા દરમ્યાન દક્ષિણ પૂર્વ એશિયા કે ઉત્તરી ઓસ્ટ્રેલિયાનો પ્રવાસ ખેડતું હોય છે, પણ જામનગરમાં આ પક્ષી દેખાતાં બર્ડ વોચર્સને ન્યૂ યર ગિફટ મળી હતી. ભારતમાં પણ આ પક્ષી જવલ્લે જ જોવા મળે છે.
