લુણાવાડા ST મથક પર વિદ્યાર્થીઓએ ઓનલાઇન બુકિંગ કર્યુ
Live TV
-
લોકરક્ષક દળની પરીક્ષા 6 જાન્યુઆરીએ યોજાનાર છે. તમામ પરીક્ષાર્થીઓ પોતાના પરીક્ષા સ્થળ પર નિયત સમયે પહોચી શકે તે માટે એસ.ટી. નિગમ તરફથી સપૂર્ણ વ્યવસ્થા કરવામાં આવી છે. મહીસાગર જિલ્લા મથક લુણાવાડા એસ.ટી. બસ મથકે ઓન લાઈન બુકિંગ કરી ટિકિટનું નિ:શુલ્ક વિતરણ શરૂ કરવામાં આવ્યું છે. 5 અને 6 જાન્યુઆરીના રોજ L.R.D.ની પરીક્ષા આપનાર ,તમામ વિદ્યાર્થીઓ એસ.ટી.માં ફ્રી માં પ્રવાસ કરી શકશે. આઈ.ડી. પ્રુફ અને કોલ લેટર રજૂ કરી પરીક્ષા સ્થળે જવા માટે તમામ લોક રક્ષક પરીક્ષાર્થીઓ ઓન લાઈન બુકીંગ કરાવી શકશે. પરીક્ષાર્થીઓને આ સુવિધાનો લાભ લેવા એસ.ટી.વિભાગ દ્વારા અપીલ કરવામાં આવી છે.
