Skip to main content
Settings Settings for Dark

મોગલી-રક્ષાની અનોખી કહાની, દીપડાનું બચ્ચું સિંહણના પગલે પગલે

Live TV

X
  • ગીરના જંગલમાં સાવજ ફરતા હોય તેવા દ્રશ્યો સામાન્ય છે અને સિંહ અન્ય પ્રાણીઓનું ભક્ષણ કરીને, પોતાનો જીવન નિર્વાહ કરે તે પણ સામાન્ય છે, પરંતુ આ વનરાજ જ્યારે પોતાના શત્રુ ,દીપડાના બચ્ચાને ઉછેરતા જોવા મળે ત્યારે કંઇક સાનંદ આશ્ચર્ય પામી જવાય છે.

    આવો જ કંઇક નજારો જોવા મળી રહ્યો છે ગીર ના જંગલમાં. ગીરના પૂર્વ વિસ્તારમાં દીપડાનું બચ્ચું સિંહણ ઉછેરી રહી છે. મોગલી નામના દીપડાના બચ્ચાને રક્ષા નામની સિંહણ છેલ્લા કેટલાક સમયથી ઉછેરી રહી છે દીપડાનું બચ્ચું, સિંહણના બે બચ્ચા સાથે મજાથી ઉછરી રહ્યું છે.

    આ દ્રશ્ય જોઇને લાગે કે માતૃત્વની લાગણી દરેક સજીવમાં સમાન છે અને સિંહ પોતાના વનરાજ હોવાની ગરિમા સાથે પોતાના આશ્રિત બચ્ચાને નિર્વિઘ્ને ઉછેરી રહ્યા છે ત્યારે વનવિભાગ ના D.C.F.ડોક્ટર ધીરજ મિત્તલના માર્દગર્શન હેઠળ વનવિભાગનો સ્ટાફ પણ આ વિરલ ઘટના પર દેખરેખ રાખી રહ્યો છે.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 26-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 27-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 28-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 29-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 30-06-2026 Max Temp : °C Min Temp : °C
    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
apply