મહેસાણા ગરીબ કલ્યાણ મેળામાં Dy.CM નીતિન પટેલે આપી હાજરી
Live TV
-
નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની ઉપસ્થિતિમાં મહેસાણા જિલ્લા કક્ષાનો ગરીબ કલ્યાણ મેળો સંપન્ન થયો હતો. જેમાં જિલ્લાના 4,954 લાભાર્થીઓને સાધન સહાય રૂપે રૂપિયા 690.29 લાખની સહાય આપવામાં આવી હતી.
આ તકે બોલતા નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે જણાવ્યું હતું ,કે રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાની રાજયવ્યાપી શૃંખલા માં, 1,491 મેળા થયા છે. તેના દ્વારા 1.34 કરોડ લાભાર્થીઓને રૂપિયા 23,889.62 કરોડની સાધન સહાય પૂરી પાડવામાં આવી છે. અને તેના દ્વારા લોકોનું આર્થિક જીવન ધોરણ પણ ,સુધર્યું છે. તેમણે એમ પણ જણાવ્યું હતું કે દરેક નાગરીક ,સ્વમાન ભેર પોતાનો રોજગાર શરૂ કરી શકે અને વિકાસના ફળ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનો હેતુ રાજ્ય સરકાર નો છે.
