Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં ફાયર સેફ્ટી મામલે ચેકિંગ

Live TV

X
  • ટ્યુશન ક્લાસીસના ગેરકાયદેસર બનેલા બાંધકામ પર તવાઇ

    સુરતમાં કોચિંગ ક્લાસમાં આગના બનાવ બાદ જિલ્લા કલેકટરના આદેશ મુજબ જામનગર મહાનર પાલિકા દ્વારા શહેરના તમામ ટ્યુશન ક્લાસીસોમાં ફાયર સેફટી અને બાંધકામ અંગેનું ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે ત્યારે આજે શહેરના વિકાસ ગૃહ રોડ પર આવેલ રિદ્ધિ સિદ્ધિ કૉમ્પ્લેક્સના પાંચમા માળે અગાસી પર પટેલ કમ્પ્યુટર કાર્યરત હતું. તેને જામનગર મહાનગર પાલિકાના અધિકારીઑ દ્વારા ફાયર સેફટી અને બાંધકામ અંગે તપાસ કરતાં ફાયર સેફટીના સાધનો ન હતાં તેમજ ક્લાસીસની 600 ફૂટ જગ્યા પણ ગેરકાયદેસર હતી જે જેએમસી દ્વારા તોડી પાડવામાં આવી હતી. જામનગર મહાનગર પાલિકા દ્વારા ટાઉનપ્લાનિંગ, એસટેટ અને ફાયર વિભાગના 4 સભ્યોની 6 ટીમને શહેરના તમામ ટ્યુશન ક્લાસીસના સર્વે કરવાની કામગીરી કરવામાં આવી રહી છે જેમાં અત્યાર સુધીમાં કુલ 198 જગ્યા નો સર્વે કરવામાં આવ્યો છે તેમાં 191 ટ્યુશન ક્લાસીસનો સમાવેશ થાય છે જ્યારે 7 હોટેલ અને રેસ્ટોરન્ટ નો સમાવેશ થાય છે આ તમામ ને નોટિસ આપી બંધ કરવવામાં આવ્યા છે અને નોટિસ આપ્યાના 3 દિવસમાં સંચાલકોને તંત્રને ફાયર સેફટી અને બાંધકામ અંગેનો ખુલાસો આપવો પડશે. તંત્ર દ્વારા હાલ ટ્યુશન ક્લાસીસનો સર્વે હાથ ધરવામાં આવ્યું છે જ્યારે ટ્યુશન ક્લાસીસના સર્વે પૂર્ણ કર્યા બાદ હોટેલ રેસ્ટોરન્ટ , સ્કૂલો અને હોસ્પિટલનો સર્વે હાથ ધરવામાં આવશે

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply