સુરતમાં ગેરકાયદેસર બાંધકામો પર તવાઇ
Live TV
-
શેડની આડમાં કરેલા બાંધકામો તોડી પડાયા,કોર્પોરેશનની 26 ટીમ દ્વારા કાર્યવાહી
સરથાણામાં તક્ષશીલા આર્કેડમાં બનેલી ઘટના બાદ સફાળે જાગેલી મહાનગરપાલિકાએ રવિવારથી આઠ ઝોનમાં કોમર્શિયલ મિલકતોના ટેરેસ ઉપર જોખમી ઉભા કરાયેલા ડોમના ગેરકાયદે બાંધકામને દૂર કરવા સાથે ફાયર વિભાગે ફાયર સેફટી વગરની મિલકતો સીલ કરવાનું અભિયાન હાથ ધરી દીધું છે. પાલિકાએ 132 મિલકતોના ટેરેસ ઉપરથી ગેરકાયદે ડોમ દૂર કરવા નોટીસ આપી છે.રવિવારે 18મિલકતોના ડોમ શેડ દુર કરવામાં આવ્યા હતા. જ્યારે સોમવારે 26 ટીમો દ્વારા 24 સ્થળો પર ગેરકાયદે બાંધકામ દૂર કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી. સ્કૂલોનું ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવમાં આવ્યું હતું લીંબાયત વિસ્તારમાં ગેરકાયદેસર સ્કૂલના પતરાનો સેટ દૂર કરવામાં આવ્યા હતો માઉન્ટ મેરી મિશન સ્કૂલ,સેવનડે સ્કૂલનું ગેરકાયદેસર બાંધકામનું ડિમોલિશન કરવામાં આવ્યું હતું
