Skip to main content
Settings Settings for Dark

વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલ જૂજવા ગામ ખાતે આદિવાસી સેવા વિકાસ સંસ્થા દ્વારા 1 હજાર 251 જોડાઓના સમૂહ લગ્ન આયોજન

Live TV

X
  • મોંઘવારીના સમયમાં ધામધૂમથી લગ્ન કરવા દીકરા દીકરીઓના માતા પિતા માટે લગ્ન કરાવવા માટે મોટો ખર્ચ થતો હોય છે. તેની સામે આદિવાસી સેવા વિકાસ સંસ્થા દ્વારા સાદગી ભર્યા લગ્ન કરાવી 1 હજાર 251 પરિવારોની ચિંતા દૂર કરી છે.વલસાડના ધરમપુર રોડ ઉપર આવેલ જૂજવા ગામ ખાતે આદિવાસી સેવા વિકાસ સંસ્થા દ્વારા 1 હજાર 251 જોડાઓના સમૂહ લગ્ન આયોજન કરાયું હતું. આદિવાસી વિસ્તારોમાં રહેતા રાજપીપળાથી મહારાષ્ટ્ર સુધીના 1 હજાર 251 યુગલોને પ્રભુતામાં પગલાં પાડનારને કથાકાર મોરારીબાપુ અને ગુજરાતના રાજ્યપાલ ઓ.પી કોહલી ખાસ નવ યુગલોને આશીર્વાદ આપવા ઉપસ્થિત રહ્યા હતા. સમૂહ લગન માં જોડાયેલ દિવ્‍યાંગ દંપત્તિઓને રાજયપાલશ્રી અને પુ. મોરારી બાપુના હસ્‍તે રૂપિયા 11 હજારનો ચેક અને ચંદનના છોડ અર્પણ કરાયા હતા. તેમજ તમામ 1 હજાર 251 નવયુગલોને પ્રધાનમંત્રી વીમા સુરક્ષા યોજના હેઠળ રૂપિયા બે લાખનું વીમા કવચ પણ આપવામાં આવ્યું હતું. વલસાડની આદિવાસી સેવા વિકાસ સંસ્થા દ્વારા લગ્ન પ્રસંગોમાં થતા ખોટા ખર્ચાને બચાવવા અને સાદગીથી લગ્ન કરી યુગલોના બચેલા પૈસાથી જીવન નિર્વાહ કરવાનો એક ઉદાહરણ પુરૂ પડશે. આદિવાસીમાં લગ્ન માટે માતા પિતાઓ ઉપર જમીન ગીરવે મૂકી દેતા હોય છે. તે જોયા બાદ સંસ્થાને વિચાર આવ્યો કે સાદગી ભર્યા લગ્ન કેમ ન થઇ શકે. જેથી સંસ્થા દ્વારા છેલ્લા 5 મહિનાથી આયોજન હાથમાં લીધું હતું. ગુજરાત અને મહારાષ્ટ્રમાં રહેતા આદિવાસી યુવાનોને સમજ આપી લગ્નમાં ખોટા ખર્ચા બંધ કરી સાદગીથી લગ્ન કરી જીવન નિર્વાહ કરવાની એક પહેલ આ સંસ્થા દ્વારા કરવામાં આવી છે.
     

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 01-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 02-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 03-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 04-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
apply