સુરત સરથાણા તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગવાની ઘટના બાબતે મુખ્યમંત્રીના નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક
Live TV
-
સુરત સરથાણા તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગતા 22 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મૂકેશ પુરીને તપાસ કરીને અહેવાલ તૈયાર કરીને આપવા જણાવ્યું હતુ. આ મામલે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.જેમા રાજ્યના મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરી, એમ.એસ પટેલ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.
સુરત સરથાણા તક્ષશિલા બિલ્ડિંગમાં આગ લાગતા 22 જેટલા વિદ્યાર્થીઓના મોત થયા હતા. આ મામલે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મૂકેશ પુરીને તપાસ કરીને અહેવાલ તૈયાર કરીને આપવા જણાવ્યું હતુ. આ મામલે મુખ્યમંત્રી નિવાસસ્થાને ઉચ્ચ સ્તરીય બેઠક મળી હતી.જેમા રાજ્યના મુખ્ય સચિવ, શહેરી વિકાસ વિભાગના અગ્ર સચિવ મુકેશ પુરી, એમ.એસ પટેલ અને ફાયરના ઉચ્ચ અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા.આ બનાવનો પ્રાથમિક અહેવાલમાં આપવામાં આવેલી માહિતી મુજબ ઘટના બની તે દિવસે મૂકેશ પુરી ઘટના સ્થળે જવા માટે નીકળી ગયા હતા. જ્યાં તેમણે ઘટના સ્થળની મુલાકાત લઇને અહેવાલ તૈયાર કર્યો હતો. પ્રાથમિક તપાસ કરતા આગ લાગવા પાછળનું મુખ્ય કારણ ઇલેક્ટ્રોનિકના ટ્રાન્સમિશનમાં સ્પાર્ક થવાને લીધે આગ લાગી હતી. તેની નજીક જાહેરાત માટેનું ડિસપ્લે બેનર લગાવવામાં આવ્યું હતું જેમાં આગ લાગતા આગે ધીરેધીરે મોટું સ્વરૂપ ધારણ કર્યું હતું. પ્રાથમિક તપાસ મુજબ 1 થી 3 ફલોર પર કોઇ જ જાનહાનિ થઈ નથી. જ્યારે 4 માળ પર પ્લાસ્ટિકનો એક ડોમ બનાવામાં આવ્ય હતો. જેમાં બેસવાની વ્યવસ્થા માટે ટાયર રાખવામાં આવ્યા હતા. ઉપર જવા માટે લાકડાની નાની સીડી હતી. આમ નીચે ઉતરવાનો રસ્તાો બંધ થઇ જતા વિદ્યાર્થીઓને કાચ તોડીને નીચે ઉતરવા માટે મજબૂર થવું પડ્યું હતું.
