મિથાઈલ કોબાલ્માઈનના પ્રતિબંધ પર રાજયવ્યાપી દરોડા
Live TV
-
દવાઓમાં વપરાતા મિથાઈલ કોબાલ્માઈન ના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ માટે રાજ્યવ્યાપી દરોડા પાડીને ચાર કંપનીમાંથી રૂપિયા 17.70 લાખનો જથ્થો જપ્ત કરીને નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી અપાયા છે,
પૂરક પોષણ આપતી દવાઓ કે જેને ન્યુટ્રાસ્યુટીકલ્સ કે ડાયેટરી સ્પલીમેન્ટ ફૂડ કહેવામાં આવે છે. આવી દવાઓમાં વપરાતા મિથાઈલ કોબાલ્માઈન ના ઉપયોગ પર પ્રતિબંધ છે. આ માટે રાજ્યવ્યાપી દરોડા પાડીને ચાર કંપનીમાંથી રૂપિયા 17.70 લાખનો જથ્થો જપ્ત કરીને નમૂનાઓ પૃથક્કરણ માટે મોકલી અપાયા છે, એમ ખોરાક અને ઔષધ નિયમન તંત્રના કમિશનરે જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ ડાયેટરી સપ્લીમેન્ટ, ન્યુટ્રાસ્યુટીકલ્સ બનાવટમાં , ફૂડ સેફટી એન્ડ સ્ટાન્ડર્ડ એકટ-2006 હેઠળ , મિથાઈલ કોબાલ્માઈનનો ઉપયોગ કરી શકાય નહીં. આમ છતાં ડાયેટરી સપ્લીમેન્ટ, ન્યુટ્રાસ્યુટીકલ્સ બનાવવામાં મિથાઈલ કોબાલ્માઈનનો ઉપયોગ કરી રહેલ રાજ્યની આ ચાર કંપનીઓ પર તંત્ર દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. તંત્ર દ્વારા મિથાઈલ કોબાલ્માઈન નો ઉપયોગ કરનાર કંપનીઓ પર હજુ પણ કાર્યવાહી ચાલુ રાખવામાં આવશે.
