ડાયાબિટીસથી પીડાતા બાળકો માટે એપી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું
Live TV
-
જેની અંદર ઝીરો થી 18 વર્ષના લગભગ 135 થી 140 બાળકોને વિનામૂલ્યે ડાયાબિટીસ ચેક કરવા માટેનું ગ્લૂકોમીટર કીટ તથા સ્ટ્રીપનું વિતરણ કરાયું હતું. આ સેન્ટર ગુજરાતની અંદર પ્રથમવાર વિસનગરમા આવેલ નૂતન કોલેજ કેમ્પસમાં ચાલુ કરાયું છે,
નૂતન સર્વ કોલેજ કેમ્પસની અંદર ડાયાબિટીસથી પીડાતા બાળકો માટે એપી સેન્ટર ખુલ્લુ મુકવામાં આવ્યું હતું. જેની અંદર ઝીરો થી 18 વર્ષના લગભગ 135 થી 140 બાળકોને વિનામૂલ્યે ડાયાબિટીસ ચેક કરવા માટેનું ગ્લૂકોમીટર કીટ તથા સ્ટ્રીપનું વિતરણ કરાયું હતું. આ સેન્ટર ગુજરાતની અંદર પ્રથમવાર વિસનગરમા આવેલ નૂતન કોલેજ કેમ્પસમાં ચાલુ કરાયું છે, આવા દર્દીઓને હવે દૂર દૂર સુધી દવાઓ માટે જવું નહી પડે. આ અંગે પ્રકાશભાઈ પટેલે જણાવ્યું હતું કે, કોઈપણ દર્દી જ્યારે આવા રિપોર્ટ બહાર પ્રાઇવેટમાં કરાવે ત્યારે ખર્ચ વધારે હોય છે, પરંતુ વિસનગરમાં આવેલ નૂતન મેડિકલ કોલેજમાં વિનામૂલ્યે કરવામાં આવશે.
