જામનગરમાં રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર આવી પહોંચ્યા
Live TV
-
હવે શહેરની પાણીની સમસ્યા હળવી બનશે
તાજેતરમાં પ્રધાનમંત્રીએ નર્મદાના નીરનું જામનગરમાં ઔતરણ કર્યું હતું..આખરે પમ્પીંગ શરુ થયા પછી જામનગરમાં રણજીત સાગર ડેમમાં નર્મદાના નીર આવી પહોંચ્યા હતા...મહાપાલિકા ના પદાધિકારીઓએ રણજિતસાગર ડેમ ખાતે નર્મદાના આવેલા નીર ના વધામણાં કર્યા હતા...જ્યારે રણજિત સાગર ડેમમાં નર્મદાના નીર પહોંચતા હવે શહેરની પાણીની સમસ્યા હળવી બનશે અને જામનગર શહેરના લોકોમાં પણ એક ખુશીનો અનોખો માહોલ જોવા મળી રહ્યો છે...જામનગર શહેરના રહેવાસીઓ માટે પીવાનું પાણી ગ્રેવીટીના ધોરણે પૂરા પાડતા રણજીત સાગર ડેમને નર્મદાના નીરથી ભરી આપવાની સૌની યોજનાનો પ્રધાનમંત્રીના હસ્તે પ્રારંભ થયા પછી આજી-૩ પાસેથી પાણીનું પમ્પીંગ શરૃ થયા બાદ નર્મદાના નીર રણજીતસાગર ડેમ સુધી આવી પહોંચ્યા હતા...અને જામનગરના જીવાદોરી સમાન રણજિત સાગર ડેમમાં પાણી ભરાવાની શરૂઆત થઇ ચૂકી છે...જો કે હાલ આવક ધીમી છે પરંતુ ૭૦ એમ.સી.એફ.ટી. પાણીનું પમ્પીંગ શરુ થઈ ચૂક્યું છે... જામનગર ડેમમાં દરરોજ 10 એમસીએફટી પાણીની આવક થશે તેવું આયોજન કરવામાં આવ્યું છે...આ સ્થિતિ યથાવત જળવાઈ રહેશે તો એક માસમાં 300 થી વધુ એમસીએફટી પાણીનો જથ્થો આવી પહોંચશે...પરિણામે આગામી ઉનાળાના કપરા દિવસોમાં પણ નગરજનોને નિયમિત પાણી મળી રહેશે તેવો દાવો તંત્રવાહકો દ્વારા કરવામાં આવ્યો છે...જેને લઈને મહાપાલિકા ના મેયર સહિત ના પદાધિકારીઓ દ્વારા રણજિતસાગર ડેમ ની મુલાકાત લઈ ડેમ માં નર્મદાના આવેલા નીર ના વધામણાં કર્યા હતા...
