Skip to main content
Settings Settings for Dark

જામનગરમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાનો શુભારંભ

Live TV

X
  • તા.15મી નવેમ્બર ‘જનજાતીય ગૌરવ દિવસ’થી સમગ્ર દેશમાં ‘વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત જામનગર શહેરના ચાંદીબજાર ચોકમાં રાજ્યના પ્રવાસન, સાંસ્કૃતિક વારસો, વન અને પર્યાવરણ તથા ક્લાઇમેટ ચેન્જ વિભાગના મંત્રી મુળુ બેરાના અધ્યક્ષ સ્થાને વિકસિત ભારત સંકલ્પ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં પ્રધાનમંત્રી રેકોર્ડેડ સંદેશ, શપથના વિડીઓનું પ્રસારણ તથા વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફિલ્મનું પ્રસારણ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ મેરી કહાની મેરી જુબાની અંતર્ગત લભાર્થીઓએ સરકારની યોજનાઓ થકી તેઓને મળેલા લાભો અંગે પોતાનો અનુભવ વ્યક્ત કર્યો હતો. વિવિધ યોજનાઓના લાભાર્થીઓને મહાનુભાવોએ લાભો એનાયત કર્યા હતા. 

    કાર્યક્રમમાં મહાનુભાવોના હસ્તે રથનો લીલીઝંડી આપી પ્રારંભ કરાવવામાં આવ્યો હતો. વિકસિત ભારત રથ દરરોજ જામનગર શહેરના બે વોર્ડમાં ફરશે. 

    આ કાર્યક્રમમાં મેયર વિનોદ ખીમસુરીયા, ધારાસભ્યો દિવ્યેશ અકબરી,  રીવા જાડેજા, ડેપ્યુટી મેયર ક્રિષ્ના સોઢા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન નિલેશ કગથરા, શાસક પક્ષના નેતા આશિષ જોશી, દંડક કેતન નાખવા, કમિશનર ડી એન મોદી, નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેન મનીષ કનખરા,  શહેર ભાજપ અધ્યક્ષ ડો. વિમલ કગથરા,  અધિકારીઓ, અગ્રણીઓ તેમજ બહોળી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા.

X
  • Today’s Forecast Max Temp : °C Min Temp : °C Rainfall : mm

    Forecast

    • 05-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 06-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 07-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 08-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 09-07-2026 Max Temp : °C Min Temp : °C
    • 10-07-2026 Max Temp : °C Min Temp : °C
apply