રાજયમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત
Live TV
-
રાજયમાં આગામી દિવસોમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત
હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં રાજ્યમાં કમોસમી વરસાદની સંભાવના નહિવત હોવાનું જણાવવામાં આવ્યું છે. રાજયમાં આગામી પાંચ દિવસ વાતાવરણ સૂકું રહેશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર કેટલાક સ્થળે છૂટો છવાયો, હળવો વરસાદ થઇ શકે છે. ખેડૂતો કે, માછીમારો માટે કોઇ ચેતવણી આપવામાં આવી નથી. જો કે, માવઠાના પગલે અમદાવાદ સહિત રાજયના અન્ય સ્થળોએ વાદળછાયા વાતાવરણમાં ઠંડીનો ચમકારો લોકોએ અનુભવ્યો હતો. તો કેટલાક જિલ્લામાં વહેલી સવારે ઘુમ્મસ ભર્યું વાતાવરણ જોવા મળ્યું હતું.
